Home> India
Advertisement
Prev
Next

Corona Updates: હવે ડરાવી રહ્યો છે કોરોના...કૂદકેને ભૂસકે વધતા કેસ અને મૃત્યુના આંકડા ચોંકાવનારા

દેશમાં રોજે રોજ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધતા જાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 96,424 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 52,14,678 પર પહોંચ્યો છે. જેમાંથી હાલ 10,17,754 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 41,12,552 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 1174 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 84,372 પર પહોંચ્યો છે. 

Corona Updates: હવે ડરાવી રહ્યો છે કોરોના...કૂદકેને ભૂસકે વધતા કેસ અને મૃત્યુના આંકડા ચોંકાવનારા

નવી દિલ્હી: દેશમાં રોજે રોજ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધતા જાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 96,424 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 52,14,678 પર પહોંચ્યો છે. જેમાંથી હાલ 10,17,754 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 41,12,552 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 1174 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 84,372 પર પહોંચ્યો છે. 

Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે

કોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મૃત્યુ, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને
ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. આ વાયરસથી અનેક લોકો સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સ પણ તેનાથી બચી શક્યા નથી. કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો પણ કોરોનાનો શિકાર થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશના જુદા જુદા રાજ્યોના કુલ 364 ડોક્ટરોના મોત થયા છે.

Corona: ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આ સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

10 સપ્ટેમ્બર સુધીનો ડેટા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના સંક્રમણતી દેશમાં થયેલા ડોક્ટરોના મોતનો આંકડા જાહેર કર્યા છે. મેડિકલ એસોસિએશનએ 10 સપ્ટેમ્બર સુધીનો ડેટા જાહેર કર્યો છે. જેમાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 364 ડોક્ટરોના મોત કોરોનાને કારણે થયા છે. દેશભરમાંથી અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરતા 2174 ડોક્ટર કોરોનાનો શિકાર થયા છે. જેમાંથી કુલ 364 ડોક્ટરોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોના કોરોના દર્દીઓની સારવાર કરતા 1023 પ્રેક્ટિસિંગ ડોક્ટર, 827 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 324 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાનો શિકાર બન્યા હતા.

Coronavirus: કોરોનાના લક્ષણો વિશે WHOએ આપ્યું મોટું નિવેદન, જાણવું ખુબ જ જરૂરી

ગુજરાત ત્રીજા સ્થાને
કોરોનાના કારણે ડોક્ટરોના થયેલા મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. કોરોનાને કારણે ગુજરાતે 38 ડોક્ટરો ગુમાવ્યા છે. કોરોનાને કારણે સૌથી વધુ તામિલનાડુએ 61 ડોક્ટરો ગુમાવ્યા છે. જ્યારે ડોક્ટરોના મોત મામલે આંધ્રપ્રદેશ બીજા ક્રમે કુલ 41 ડોક્ટરો ગુમાવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 38 ડોક્ટર, મહારાષ્ટ્રમાં 36 ડોક્ટર અને કર્ણાટકમાં 35 ડોક્ટરોનો કોરોનાએ જીવ લીધો છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More